દામનગર શહેરથી ઠાસા ગામ તરફ જતા માર્ગ પર અમુક જગ્યાએ રસ્તાની અડોઅડ કાટમાળના ઢગલા ખડકવામાં આવ્યા છે, જે અકસ્માત નોતરી શકે છે. આ ઢગલાઓને કારણે સામ-સામેથી આવતા વાહનોના ચાલકોને અવરોધ નડતો હોય છે, જેના પરિણામે તેઓ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી શકે છે. આવા નાના-મોટા અકસ્માતોને ટાળવા માટે, આ ખડકી દેવાયેલા ઢગલાઓને વહેલી તકે હટાવવા અત્યંત જરૂરી છે. કાટમાળના ઢગલાને કારણે કોઈ અકસ્માત થાય તે પહેલા આ ગલાને હટાવવા માંગ કરવામાં આવી છે.