શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં. ૨ (PM SHALA), દામનગર ખાતે તા. ૨૪-૦૬-૨૦૨૬, બુધવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ તથા લાઠીના પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. શહેરના આગેવાનો, વાલીઓ, શિક્ષણપ્રેમીઓ અને સામાજિક કાર્યકરો બાળકોને પ્રોત્સાહિત કરવા હાજરી આપી હતી.









































