લાઠી તાલુકાના દામનગર ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં શહેરી કક્ષાએ સાફ-સફાઈ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગ અને જાહેર સ્થળ સહિતની સફાઈ કરવામાં આવી હતી. નિયમિત રીતે સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે નાગરિકોને આહ્‌વાન કરવામાં આવ્યુ હતું. પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વિરુદ્ધ થતી કાર્યવાહીઓથી નાગરિકોને જ્ઞાત કરવામાં આવ્યા હત તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન તેમજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્‌વાન થકી શેઠ એમ.સી.મહેતા હાઇસ્કૂલ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત
વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા, પૂર્વ પ્રમુખ અમરશીભાઈ નારોલા, શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા, શહેર ભાજપ મહામંત્રી સતીષગીરી ગૌસ્વામી, નગરપાલિકા ચેરમેન પૂજાબેન ઠાકર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ નરેશ મકવાણા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.