દામનગર એસબીઆઈ બેંકમાં ૫ લોકો કામે ૫ કરોડનો ખોટો ચેક જમા કરાવવા મુદ્દે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દામનગર એસબીઆઈના બેંક મેનેજર જીગરભાઈ ચંદ્રકાંતભાઈ હીંગુ (ઉ.વ.૪૦)એ ઇરપ્પા વિટ્ટલ બુદીહલ રહે.શ્રી વિરભદ્રેશ્વર, નિલયા, ગચીનકટ્ટી કોલોની, વિજયાપુર, બીજાપુર,(કર્ણાટક), વિપુલ ઉર્ફે પપ્પુ શર્મા રહે.દામનગર, અલ્પેશ શંકરલાલ શાહ રહે.ભુજ, ગણેશ રામચંદ્ર બોચરે રહે.પુણે તથા રામદાસ વિષ્ણુ કાળે રહે.પુણે સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, જીગરભાઈ હીંગુએ સતસંગ નામની પાર્ટીનો ડુપ્લીકેટ (નકલી) ચેક બનાવી, બનાવટી સ્ટેમ્પ (સીલ)નો ઉપયોગ કરી, બનાવટી સહિ કરી હતી.
વિપુલ શર્માએ ચેકમાં રહેલી અન્ય વિગતો ભરી, રૂ.૫,૦૦,૦૦,૦૦૦નો બનાવટી ચેક દામનગરના શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવા આપી, દામનગર એસ.બી.આઇ. બેંકને આર્થિક નુકસાન કરવાના ઇરાદે, ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી એકબીજાની મદદગારી કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. વાય. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.