ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કામો-લોકાર્પણ અને ભૂમિપૂજનની સ્થિતિ વચ્ચે દામનગરમાં ૧૩૫ વર્ષ જૂની સરકારી ઈમારતો ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં દૃશ્યમાન ઈમારતો આઝાદી પહેલાં શ્રીમાન દામાજીરાવ ગાયકવાડની સરકારે વહીવટી કામો માટે ૧૩૫ વર્ષ પહેલાં બનાવેલ પોલીસ સ્ટેશન, વહીવટદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીની હાલત છેલ્લાં ૧૦થી વધુ વર્ષથી જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં છે. આ ત્રણેય જર્જિરત ઈમારતોને અસામાજિક ત¥વો બાનમાં લે પહેલાં જિલ્લા સરકારી તંત્ર યોગ્ય નિરાકરણ લાવે અને લોક પ્રતિનિધિઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.