દામનગરના ગારીયાધાર રોડ ઉપર દાતા પ્રકાશભાઇ નારોલા દ્વારા સ્વર્ગીય પિતા બી.ડી. પટેલની પુણ્યતિથિમાં યાદગીરીરૂપે ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વારનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ અને નારોલા પરિવાર હાજર રહ્યો હતો.