દામનગર શહેરના સીતારામ આશ્રમ ખાતે સંત શિરોમણી પૂજ્ય દેવજીબાપાની સ્મૃતિમાં ભવ્ય ‘અગિયારસ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળાના શિષ્ય પૂજ્ય દેવજીબાપાના સ્મરણમાં આ ઉત્સવ યોજાઈ રહ્યો છે. આ ઉત્સવ વિક્રમ સંવત ૨૦૮૧ના ભાદરવા વદ અગિયારસ, એટલે કે બુધવાર, તારીખ૧૭/૦૯/૨૫ના રોજ સમસ્ત સેવક સમુદાય દ્વારા ઉજવવામાં આવશે. સીતારામ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ પૂજ્ય સંતોના સાનિધ્યમાં ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે માહિતી આપતા સીતારામ આશ્રમના લઘુ મહંત ગોપાલબાપુએ જણાવ્યું હતું કે આ ઉત્સવ પૂજ્ય દયારામ બાપુ પ્રેરિત છે. આ પ્રસંગે અનેક જગ્યાના તીર્થકર સમાન સંતોની દિવ્ય સત્સંગ વાણીનો લાભ પણ મળશે, અને અલખના આરાધકોની ઉપસ્થિતિ વચ્ચે આ ભવ્ય ઉત્સવની ઉજવણી થશે.








































