દામનગરમાં જુની ગ્રામ પંચાયત કચેરીના નીચેના રૂમમાં ઘણા સમયથી સીટી સર્વે કચેરી કાર્યરત હતી, પરંતુ વહીવટી કારણોસર તે હવે નગરપાલિકા પંપ હાઉસની બાજુમાં આંગણવાડીની પાસે કાર્યરત થયેલ છે. પરંતુ સ્થળાંતર થયા પહેલાં જે રૂમમાં આ કચેરી કાર્યરત હતી તે રૂમનું બારણુ ખુલ્લું જોવા મળ્યું અને અંદર ટેબલ પડેલા છે. આથી આ કચેરી સાથે જોડાયેલ વ્યક્તિ ધ્યાન આપે અને અંદર રહેલ ત્રણ થી ચાર ટેબલ અને અન્ય સામાન હસ્તગત નહીં કરે તો તે ચોરાઈ જવાની શક્યતા નકારી શકાય નહીં.