ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે અને નુકસાન પણ થયું છે..!! સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ઘણા ખરા વિસ્તારોમાં ૫ ઈંચથી વધુ વરસાદ થયો છે.
જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પંથક ઉપર વરસાદી વાદળો જોવા મળે છે, પરંતુ દિવસ દરમ્યાન ફક્ત હળવા ઝાપટાથી સંતોષ માની લેવામાં આવે છે. વરસાદના અભાવે આ વિસ્તારમાં નદી નાળા ખાલીખમ છે. આગામી દિવસોમાં વધુ વરસાદ થાય અને આ વિસ્તારના તળાવો અને ચેકડેમો ભરાઈ જાય તેમજ ડેમ તરફ જતી નદીઓમાં પાણી વહેતા થાય તે માટે કિસાનો અને લોકો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.