દામનગરમાં ગાયત્રી મંદિર અને વૈજનાથ મહાદેવ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર આવેલા નાળા નીચેની ગટર લાઈન તૂટી જતાં ગંદુ પાણી ભરાઈ રહે છે. લાંબા સમયથી નિકાલ ન થવાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આગામી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિક ભક્તોની ભારે ભીડ રહેશે. રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી આ વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરે તેવી લોકમાંગ છે.









































