દામનગરમાં આવેલા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.રપને બુધવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકથી ૧રઃ૩૦ કલાક સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ
કરાયો છે.