કાર્યક્રમમાં બાળકલાકારો, તબલાવાદકોએ રમઝટ બોલાવી
ભજન ધામ શ્રી લટુરીયા હનુમાનજી મંદિર દામનગરમાં પૂનમ પર સંતવાણીનું ભવ્ય આયોજન થયું હતું. દામનગરમાં ઢસા રોડ પર આવેલ શ્રી લટુરીયા હનુમાનજી મંદિરે પૂ. સંત શ્રી ઘનશ્યામગીરી બાપુ(ખડેશ્વરી બાપુ)ના સાંનિધ્યમાં દર મહિનાની પૂનમ નિમિતે રાખવામાં આવતી સંતવાણી કાર્યક્રમમાં રાત્રે ભજનિક બાળ કલાકારો ચેતન દવે અને દિવ્ય પટેલ, તબલા વાદક મહાવીરબાપુ રામાનુજ તેમજ મંજીરા વાદકો કનુભાઈ બુધેલીયા, જગદીશબાપુ ગોસ્વામી અને શૈલેષભાઈ પ્રજાપતિના સથવારે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંતવાણીનો લ્હાવો લીધો હતો.