દામનગરના ભુરખીયા રોડ પર રેલવે ફાટક પરથી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે અંદાજિત રૂ. ૨૮.૬૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. દામનગરના ભુરખીયા રોડ પર આવેલ રેલવે ફાટકને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, ત્યારે આ ઓવરબ્રિજથી દામનગર તથા આસપાસના વિસ્તારોના વાહનચાલકોને રાહત મળશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.



































