દામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરે માઝા મૂકી છે. રખડતા ઢોરને કારણે ભૂતકાળમાં અનેકવાર જીવલેણ અકસ્માતો બનવા પામ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. શહેરમાં વહેલી સવાર થતાં જ જાહેર માર્ગો પર પશુઓ અડિંગો જમાવીને બેસી જાય છે. પશુઓ રસ્તા વચ્ચે જ બેસતા હોવાથી ઘણીવાર ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. આ બાબતે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. પશુઓનાં લીધે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા પશુઓને દૂર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.