દામનગર લોહાણા મહાજન દ્વારા તા. ૨ જાન્યુઆરીના રોજ ભવ્ય સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની સમૂહ મહાઆરતી અને સમસ્ત રઘુવંશી સમાજ માટે જ્ઞાતિ સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં સમસ્ત રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો અને યુવાનોએ જલારામ બાપાના જયઘોષ સાથે સમૂહ મહાઆરતી કરી હતી. ત્યારબાદ દામનગર લોહાણા મહાજન વતી સંજયભાઈ તન્ના અને ભીખુભાઈ સહિતનાં આગેવાનોએ જિલ્લાભરમાંથી પધારેલા રઘુવંશી અગ્રણીઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.