મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા ઇમામ હુસૈન સાહેબના શહાદતના ગમમાં જુદી જુદી જગ્યાએ મુસ્લિમ સમાજ દ્વારા છબીલો તકરીર તાજીયા બનતા હોય છે. દામનગરમાં સબીલે હુશેન કમિટી દ્વારા સબીલનું આયોજન થયું હતું. આ સબીલમાં હિન્દુ-મુસ્લિમ તમામ લોકો લાભ લેતા હોય છે. આ સબીલ દસ દિવસ સુધી રાખવામાં આવે છે, આ દરમિયાન શરબતનું પણ વિતરણ કરવામાં આવે છે. દામનગરમાં ગુલામે મૌલા અબુ તાલીબ ગ્રુપ, ફૈજાને પંજેતન કમિટી અને સબીલે હુસેન કમિટી સિપાઈ શેરી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.





































