દામનગર શહેરમાં જીવદયા પ્રેમી દાતાઓના સહયોગથી પાંચથી વધુ સ્થળોએ મૂક પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની ટાંકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ ગાયત્રી મંદિર, શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા અને સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા જેવી સંસ્થાઓ દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરમાં દાતાઓના સહયોગથી વિનામૂલ્યે મીની અવેડાનું વિતરણ કરાયું હતું. જે પરિવાર પશુ-પક્ષીઓ માટે કુંડી ભરશે, તેમનું આગામી દિવસોમાં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવશે.