દામનગરમાં વહેલી સવારે પાણી ભરવા ગયેલી મહિલા સામે યુવકે અશ્લીલ ઈશારા કરી ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ અશોકભાઈ ભુપતભાઈ બુધેલીયા (ઉ.વ.૪૪) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ વહેલી સવારે નળનું પાણી ભરતા હતા તે દરમિયાન તેમની એકલતાનો લાભ લઇ આરોપીએ પોતાનું
પેન્ટ કાઢી અશ્લીલ ઇશારા કરી, હાથ પકડી ગુન્હાહિત બળ વાપરી જાતિય સતામણી કરી હતી. ઉપરાંત જાહેર બજારમાં ગાળો આપી તથા સાહેદ સંગીતાબેનને પણ ખરાબ ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી, સાહેદના વાળ પકડીને જમીન ઉપર પછાડી, ઢસડી
પેટમાં પાટાઓ મારી મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.