૬ઠ્ઠી નવેમ્બરના રોજ દામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દામનગર ભાજપના કાર્યકરોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને સૂતરનો હાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ”જય ભીમ, જય સંવિધાન”ના નારા ગુંજ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઈ મકવાણા, મહામંત્રી સતીશગીરીબાપુ ગોસ્વામી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.










































