દામનગરમાં પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શહેરમાં બ્રહ્મસમાજની વાડી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યુ હતું. વિવિધ વિસ્તારો જય પરશુરામ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. મુસ્લિમ સમાજે શોભાયાત્રા દરમિયાન પુષ્પહાર કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભૂદેવો જાડાયા હતા. સપ્તઋષિ યુવા ગૃપ સહિત બહ્મસમાજના યુવા સંગઠનો દ્વારા પરશુરામજીના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.