અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાકડાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. દામનગરમાં આવેલા કોળીવાડમાં જૂના સાર્વજનિક દવાખાના નજીક આ બાકડા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જાહેર જનતાના પ્રતિનિધિઓને મળતી ગ્રાન્ટ (જે પ્રજાના વેરાના પૈસા છે) માંથી પોતાના મતવિસ્તારમાં બાકડા જેવી સુવિધાઓ ફાળવવામાં આવે છે. પરંતુ, આ સુવિધાઓની દેખભાળ રાખવાની જવાબદારી કોની છે તે સ્પષ્ટ ન હોવાને કારણે આવી હાલત થતી હોય છે. સ્થાનિક પ્રશાસન કે લોકો તરફથી કોઈ જાળવણી ન થતા, આ બાકડાઓ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહ્યા નથી.