દામનગરમાં પાણીપુરીના વિક્રેતાને ડિશમાં વધુ ડુંગળી નાંખવા મુદ્દે માથાકૂટ કરી ગાલ પર લાફો માર્યો હતો. બનાવ અંગે રામજીવન રામચરણ નિશાદ (ઉ.વ.૨૮)એ ભીંગરાડ ગામના હરીયો નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની સરસ નામની પાણીપુરીની લારીએ આરોપી પાણીપુરી ખાવા આવ્યો હતો. ડિશમાં વધુ ડુંગળી નાંખવા મુદ્દે માથાકૂટ કરી લાફો ગાલ ઉપર માર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.