દામનગરમાં રહેતા નંદનીબેન ભગીરથભાઈ ભટ્ટી (ઉ.વ.૧૯)એ આટકોટના પાંચવડા રોડ પર રહેતા દિપકભાઈ રસીકભાઈ ભોજક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ત્હો.ની સોતેલી દિકરીના લગ્ન બાબતે સાસરીયાપક્ષના સભ્યો સાથે બોલાચાલી કરી ખરાબ ગાળો આપી, ગાલ ઉપર બે લાફા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. સાહેદ કરશનભાઇ દેહુરભાઇને ગાલ ઉપર બે લાફા મારી મુંઢ ઇજા કરી તથા સાહેદ મનિષાબેન કરશનભાઇને ડાબા હાથના પોંચા ઉપર બટકુ ભરી ઇજા કરી તથા તેના પતિ ભગીરથભાઇ કરશનભાઇને ડાબા હાથની વચ્ચેની આંગળીના ભાગે બટકુ ભરી ઇજા કરી હતી. તેમજ તેને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.