દામનગરમાં એક યુવક તેણે બાંધેલા બળદ લેવા જતો હતો ત્યારે તેને તું કેમ અહીંથી ચાલે છે કહી ગાળો આપવામાં આવી હતી. જેથી તેણે ગાળો આપવાની ના પાડતાં ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. સાદુળભાઇ ભારથીભાઇ ચારોલા (ઉ.વ.૪૫)એ કાળુભાઇ ધીરૂભાઇ વાઘેલા, મુન્નાભાઇ ધીરૂભાઇ વાઘેલા, અજયભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા ધીરૂભાઇ પોપટભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ દામનગર નવા બસ સ્ટેશનથી ચાલીને પાણી પુરવઠા પાસે બળદ બાંધ્યા હતા ત્યાં જતા હતા. તે દરમિયાન આરોપીએ તેની પાસે આવીને કહ્યું કે તું કેમ અહીંથી ચાલે છે તેમ કહી ખરાબ ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડી વડે મુંઢ ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.આર. કસાડા વધુ તપાસ કરી રહ્યા છે.