દામનગર શહેરમાં ઠેરઠેર રસ્તાઓ પર ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન બન્યા છે. રસ્તામાં પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડા દેખાતા ન હોવાથી વાહનચાલકો પડી જવા તેમજ અકસ્માત સર્જાવાનો ભય સતત સતાવી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ કથળી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય મરામત કામગીરી કરવામાં આવી નથી. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે, કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તે પહેલાં સત્તાધીશો કુંભકર્ણની ઊંઘમાંથી જાગે અને તાત્કાલિક ધોરણે રસ્તાના ખાડાઓ પૂરવાની તેમજ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરે.









































