દામનગરમાં રહેતો એક પુરુષ ચાની કિટલીએ ચા પીવા ગયો ત્યારે તેને ધક્કો મારી ગાળો આપવામાં આવી હતી. જેથી યુવકે ગાળો આપવાની ના પાડતાં ડોયાનો એક ઘા માથામાં મારવામાં આવ્યો હતો. બનાવ અંગે નારાયણભાઈ લક્ષ્મણભાઈ ભાસ્કર (ઉ.વ.૪૮)એ વિજય સાટીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ આરોપીના મોમાઇ ટી સ્ટોલ પર ચા પીવા ગયા ત્યારે તેમને ધક્કો મારી ગાળો આપવામાં આવી હતી. જેથી ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને લોખંડના સળીયાનો એક ઘા અને ચાના સ્ટીલના ડોયાનો પણ એક ઘા માર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.