દામનગરમાં જ્વેલર્સની દુકાનમાં આવેલા અજાણ્યા સ્ત્રી-પુરુષ વેપારીની નજર ચુકવી ચાંદીના છડા ચોરીને છુમંતર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે દામનગરમાં રહેતા અને શિવ જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં પાર્થભાઈ મુકેશભાઈ ભડીયાદ્રા (ઉ.વ.૨૭)એ અજાણ્યા સ્ત્રી તથા પુરુષ ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અઠવાડિયા પહેલા સાડા નવેક વાગ્યાની આસપાસ અજાણી મહિલા અને પુરૂષ તેમની દુકાનમાં ગ્રાહક તરીકે આવ્યા હતા. પુરૂષે તેમને વાતોમાં રાખ્યા હતા અને મહિલાએ આમ તેમ સોના-ચાંદીના દાગીનાઓ જોઇ તેમની નજર ચુકવી રૂપિયા ૭૦૦૦ની કિંમતના ચાંદીના છડા એક જોડી સેરવી લીધા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.