દામનગરની મહેતા હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દામનગર ચીફ ઓફિસર રાજયગુરૂના અધ્યક્ષસ્થાને વિશ્વયોગ દિનની ઉજવણીમાં યોગ કોચ દ્વારા યોગ વિશેના ફાયદાની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલિકા કર્મચારીઓ, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ, પાલિકા સદસ્યો અને શહેરની સામાજિક સંસ્થાઓના આગેવાનોએ યોગ દિવસમાં ભાગ લીધો હતો.