દામનગરમાં રહેતા અને લુહારી કામ કરતાં ચંદ્રેશભાઈ અરવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૪૧)એ નિકુંજભાઈ મુકેશભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીને બે વર્ષ પહેલા ગ્રીલ મશીન આપેલ હોય અને દસેક દિવસ વાપરીને આરોપીએ પરત આપી દીધું હતું. આ બાબતે તેમણે અન્ય કોઇ વ્યÂક્તને આ બાબતે વાતચીત કરતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને તેની દુકાને બોલાવી બોલા-ચાલી કરી ખરાબ ગાળો આપવા લાગ્યો હતો.
જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇને પોતાની દુકાનમાં રહેલો લોખંડનો ઘણ લઇ માથામાં કપાળના ભાગે માર્યો હતો.
ઉપરાંત પાટુ મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.