દામનગરમાં, તા.૯
દામનગરમાં તંત્રની બેદરકારીથી વાલ્મીકિ વાસ પાસે ગટરની ઢાંકણા વગરની ખુલ્લી કુંડી નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે. માત્ર ઉપરોક્ત સ્થળે જ નહીં કેટલાય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી છે, રસ્તાઓ તૂટી ગયા છે, અમુક માર્ગો ઉપર તો ચોમાસાના પાણીનો નિકાલ થતો નથી. આ તસવીર જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા વાલ્મીકિ વાસની નજીકની છે. અહીં ભૂગર્ભ ગટરની કુંડી ઉપર છેલ્લા થોડાક દિવસથી ઢાંકણું નથી, ચારેક વખત બદલાવવામાં આવ્યું પણ તૂટી જાય છે. આ જગ્યાએથી અસંખ્ય નાના – મોટા વાહનો પસાર થાય છે, ખુલ્લી કુંડીને કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય હોય, સત્તાધીશો આ કુંડી ઉપર તૂટે નહિ એવું ઢાંકણું ફીટ કરે એવી માંગ ઉઠી છે.