દામનગરની લુહાર શેરીમાં ભૂગર્ભ ગટર છાશવારે ઉભરાતા સ્થાનિક રહીશો, દુકાનદારો અને રાહદારીઓ ભારે પરેશાન છે. ભૂગર્ભ ગટર લાઈન નાખ્યા પછી પણ આ સમસ્યા અવિરત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાઈપની સાઈઝ નાની હોવાને કારણે ગટર ઉભરાતી હોવાનું માનવામાં આવે છે. છેલ્લા પાંચ દિવસથી ગંદુ પાણી શેરીમાં ફરી વળતા અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે વિકાસના સમયમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.