દામનગર ફ્રેન્ડ ગૃપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે ભાજપ અગ્રણી જનકભાઇ તળાવિયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આજે યુ.એસ. ફેશન ઇલેવન અને દામનગર મહાકાળી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે જનકભાઇ તળાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં યુ.એસ. ફેશન ઇલેવન ટીમે ફાઇનલ મેચમાં મેદાન માર્યું હતું. જનકભાઇ તળાવિયા દ્વારા રનર્સ-અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.