દામનગરમાં આવેલા આંબેડકર ચોકમાં મુખ્ય માર્ગમાં લેવલીંગનો અભાવ હોવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. શહેરમાં આવેલા આંબેડકર ચોકમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમાર્ગમાં જ ૬ ઇંચ કરતાં પણ વધારે લેવલીંગનો અભાવ હોવાથી આ માર્ગ પર વારંવાર અકસ્માત સર્જાઇ રહ્યાં છે. આ બાબતે જવાબદાર તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માર્ગને લેવલીંગ કરવા માટે કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ચાર માસ પહેલા બનેલા આ માર્ગ પર લેવલીંગનો અભાવ હોવાથી તંત્રની કામગીરી બાબતે અનેક સવાલો ઉભા
થયા છે.