દામનગરમાં રહેતા એક યુવકે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાતા તેનું મોત થયું હતું. સોહિલભાઈ ઉસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, શબ્બીરભાઈ ઉસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૩૭) પોતે પોતાની મેળે અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જતા મરણ પામ્યા હતા. દામનગર પોલીસ સ્ટેશનના વુમન પોલીસ કોન્સ્ટેબલ પીએસઓ એ.એમ. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાં રહેતી એક મહિલા પિયરમાં આંટો મારવા ગયા બાદ ત્યાં એક દિવસ રોકાઈ હતી જેથી પતિને મનમાં લાગી આવતાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી.