દામનગરની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણિયા, શિક્ષક બી.કે. પરમાર અને ક્લાર્ક સેફુદીન માંકડા નિવૃત થતા ગરિમામય વિદાય સમારોહ યોજાયો હતો. આઈ.પી.એસ. હરેકૃષ્ણ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં મંદાકિનીબેન અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા સહિત કેળવણી રત્નો હાજર રહ્યા હતા.








































