દામનગરમાંથી એક યુવતી લાપતા બની હતી. આ અંગે નયનાબેન પંકજભાઇ નારોલા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ તેમની પુત્રી આયુષીબેન (ઉ.વ.૧૯ વર્ષ ૦૭ માસ જન્મ તા.૦૩/૦૭/૨૦૦૬) પોતાના રહેણાંક મકાનેથી કોઇને કહ્યા વગર પોતે પોતાની રીતે ક્યાંક જતી રહી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.