ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે દામનગર વિસ્તારને “જન રક્ષક” ઈમરજન્સી સેવા ફાળવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયેલી આ સેવા અંતર્ગત હવે પોલીસ, ફાયર બ્રિગેડ, મહિલા સહાયતા, બાળ સુરક્ષા, એમ્બ્યુલન્સ સહિતની તમામ અગત્યની ઈમરજન્સી સેવાઓ માટે ફક્ત એક જ નંબર ‘કોલ-૧૧૨’ પર ફોન કરવાથી તાત્કાલિક મદદ મળી શકશે. અગાઉ અલગ-અલગ નંબરોને કારણે લોકોને કટોકટીના સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે આ નિર્ણયથી તમામ સેવાઓ એક જ નંબર હેઠળ આવતા લોકો માટે ઝડપથી મદદ મેળવવાનું સરળ બનશે.










































