દામનગર સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓનું તાજેતરમાં કાગવડ ખોડલધામ ખાતે આયોજિત સત્કાર સમારોહમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાંથી જરૂરિયાતમંદ લેઉવા પટેલ સમાજની દીકરીઓ માટે દામનગર જેવા નાના શહેરમાં ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડીને કન્યા કેળવણીનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ પરમાર્થ ટ્રસ્ટ સુરતની સંસ્થાની દુરંદેશીને અગ્રણીઓએ બિરદાવી હતી. આ કાર્યને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ ગણવામાં આવ્યું હતું. ખોડલધામ કાગવડ દ્વારા તમામ ‘શક્તિ સ્વરૂપા’ દીકરીઓનું સામૂહિક સન્માન કરી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.








































