દામનગરના હજીરાધાર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો હતો. લાઇફ સ્કીલ મેળા અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા જીવન શિક્ષણ અંગે સર્વને  અવગત કરતું માર્ગદર્શન અપાયું હતું. બાળકો આર ચિત્રકામ, રંગ પૂરણી, કાગળ કામ, માટી કામ, બાળ વાર્તા, અભિનય ગીત જેવી પ્રસ્તુતિ કરી હતી.આ સમયે બાળકોમાં કૌશલ્યવર્ધન અંગે જીવન શિક્ષણ તાલીમથી ઉત્તમ કેળવણી માટે શાળા પરિવારે સુંદર પ્રવૃત્તિ કરી હતી.