અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી દેશી દારૂ જપ્ત કર્યો હતો. શાખપુર ગામેથી પોલીસે ગારિયાધારના નવાગામમાં રહેતા યુવક પાસેથી ૧૮ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. વડીયા ચારણીયા રોડ પાસેથી એક પુરુષ ૨ લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો. જિલ્લામાંથી પાંચ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. આ સિવાય જિલ્લામાંથી સાત ઇસમો વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.