દામનગરના છભાડીયા ગામમાં ટ્રેકટરથી રેતીનો ફેરો નાખવા મુદ્દે માથામાં હાથમાં પહરેલું કડું માર્યું હતું. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી. આ અંગે ભુરખીયા ગામના રણજીભાઈ મુળજીભાઈ બારડ (ઉ.વ.૩૮)એ છભાડીયા ગામના મુકેશભાઈ લાભુભાઈ ગોહીલ તથા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આરોપીના ગામમાં ટ્રેકટરથી રેતીનો ફેરો નાખ્યો હતો.
જેથી સારૂ નહીં લાગતા બંને આરોપીએ દામનગર ટાઉનમાં GIDC વિસ્તારમાં આવેલા એક ટ્રેક્ટરના ગેરેજ બહાર આવી તેમને ગાળો આપી, ઢીકાપાટ્ટુનો મારમારી શરીરે મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત ઝપાઝાપી દરમિયાન હાથમાં પહેરેલું કડું તેના માથાના ભાગે મારતાં માથાના ભાગે બે-ત્રણ ટાંકાઓ લાવી ઇજા કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે આર સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.