દામનગર શહેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની રાજકોટ હોસ્પિટલના તબીબી સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં જરૂરિયાતમંદ દર્દી નારાયણોને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કરી દર્દીઓને લાવવા લઈ જવા દવા ટીપા, ચશ્મા, રહેવા-જમવા સહિતની તદ્દન મફત સુવિધા સાથે નેત્ર નિદાન સારવાર કેમ્પ સિનિયર સિટીઝન ટ્રસ્ટ, ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દામનગરના સયુંકત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પનો આજુબાજુના વિસ્તારમાંથી જરૂરીયાતમંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.