દામનગરના કાંચરડી ગામની સીમમાં જુગાર રમતાં સાત ઇસમો પોલીસ ઝપટે ચડ્‌યા હતા. તેમની પાસેથી રૂ. ૧,૮૭,૬૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કાંચરડી ગામની સીમમાંથી સંજયભાઇ નાથાભાઇ સિંધવ, અલ્પેશભાઇ રામજીભાઇ સિંધવ, અશોકભાઇ વાલાભાઇ રાઠોડ, મિતુલભાઇ ધીરૂભાઇ લકુમ, ભરતભાઇ મકાભાઇ પઢારીયા, સુરેશભાઇ રામજીભાઇ પઢારીયા તથા અલ્પેશભાઇ વલ્લભભાઇ પઢારીયા તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૧,૨૭,૬૩૦, મોબાઇલ ફોન નંગ.૦૬ મળી કુલ કિં.રૂ.૧,૮૭,૬૩૦ નાં મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.