દામનગરના જાણીતા વેપારી અને સામાજિક અગ્રણી રફીકભાઈ હુનાણીની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ ભૂતકાળમાં કોટન સીડ મીલ જીન, દામનગર ય્ૈંડ્ઢઝ્ર અને સહકારી મંડળી જેવી સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે.આ નિમણૂકને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓએ આવકારી રફીકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.