દામનગરથી ધ્રુફણીયા તરફ જતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. મોટાભાગે માર્ગના નવીનીકરણથી વાહનચાલકો માટે રાહત થતી હોય છે પરંતુ આ માર્ગની કામગીરી વાહનચાલકો માટે માથાનો દુઃખાવો સાબિત થઈ છે. આ માર્ગનું કામ કરતી એજન્સી દ્વારા માર્ગ પર નાળા પુલના કામે પથ્થર પાથરવામાં આવ્યા છે. પરંતુ કામ પુરૂ થયા બાદ કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવી યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં ન આવતા માર્ગ પર પડેલા પથ્થર કોઈ મોટા વાહન ચાલે તો બંદૂકની ગોળીની જેમ પથ્થ્થર છુટતા હોવાથી વાહનચાલકોમાં ભય ફેલાયો છે. આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે માર્ગ-મકાન ખાતાને પત્ર પાઠવ્યો છે.