સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ૩૦મી ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેમાં શિવસેનાના ઉમેદવાર અને સ્વર્ગસ્થ મોહન ભાગવતના પત્ની કલાબેન ડેલકરનો ૪૭ હજારથી વધુ મતોની સરસાઈથી જંગી વિજય થયો છે. સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં તમામ રાઉન્ડમાં તેઓ આગળ રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં ૩૦મી ઓક્ટોબરે ૩૩૩ બૂથ પર મતદાન યોજાયું હતું. મતદાનની ટકાવારી ૭૬.૩૫ ટકા રહી હતી. પ્રદેશના કુલ ૨,૫૮,૮૩૮ મતદારો પૈકી ૧,૯૭,૬૨૩ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૮૦ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.