ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મુનાફ પટેલ સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા સામે પણ રહનુમાએ આક્ષેપ કર્યા છે. દાઉદના સાગરિતની પત્નીએ સાંતાક્રુઝ પોલીસમાં સમગ્ર મામલે અરજી આપી છે. રહનુમાને યૌન સંબંધ બાંધવા માટે મજૂબર કરી હોવાનો આરોપ સાથે અન્ય વેપારીઓ સામે પણ અરજીમાં આરોપો મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રહનુમાએ પાંડ્યા અને પટેલની ઓળખ ક્રિકેટર તરીકેને જણાવી છે, જો શુક્લાને ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ગણાવ્યા હતા. પોતાની અરજીમાં તેણીએ કોઠારી વિશે કોઈ જ વિવરણ કર્યું નથી, જો કે, રહનુમાએ ધ પ્રિન્ટને જણાવ્યું કે, તે સરાફા વેપારી છે. સાથે જ કહ્યું કે, મેં પોલીસની પાસે હ્લૈંઇ નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ એ નથી કરી રહ્યા. તેણી વધુમાં એમપણ કહ્યું કે, મેં સપ્ટેમ્બરમાં અરજી આપી હતી પરંચુ હવે તો નવેમ્બર આવી ગયો. મેં ઘણી વખત વિભિન્ન સ્તર પર પોલીસ અધિકારીઓ પાસેથી જોણકારી મેળવવાનો પ્રયાસ કર્યો મને તેના બદલામાં નાણાની ઓફર કરવામાં આવી હતી પરંતુ હું ભ્રષ્ટાચાર કેમ ફેલાઉ? હું મારી જગ્યાએ સાચી છું, ગુનેગારો તો તે લોકો છે.
જ્યારે પ્રતિભાવ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર મંજુનાથ સિંઘેએ સ્વીકાર્યું કે એક અરજી મળી હતી, પરંતુ જણાવ્યું હતું કે “હાલમાં તેમની પાસે વધુ વિગતો નથી.” નામ ન આપવાની શરતે, તેમણે કહ્યું, “અમે હવે વધુ વિગતો જોહેર કરી શકતા નથી.” હજુ તપાસની પ્રક્રિયા ચાલુ છે.ધ પ્રિન્ટે રાજીવ શુક્લાને તેમના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો પરંતુ તેમના સેક્રેટરીએ જવાબ આપ્યો અને કહ્યું કે તેઓ “દેશની બહાર” છે.