ઉત્તરાખંડના દેહરાદૂનમાં બે ઓટીસ્ટીક બાળકો સાથે ક્રૂરતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક શાળાના હોસ્ટેલમાં કામ કરતા એક કર્મચારીએ બંને બાળકો પર બળાત્કાર કર્યો અને તેમને ડરાવવા માટે માર માર્યો. આ સમય દરમિયાન, ઘણી જગ્યાએ તેમને સિગારેટથી સળગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની માતા તેમને મળવા આવી ત્યારે બાળકોએ બધું જ જણાવ્યું. આ પછી, માતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો અને તપાસ શરૂ કરી.

પીડિત બાળકો ઉત્તર પ્રદેશના મુરાદાબાદના છે. એક ૯ વર્ષનો છે અને બીજા ૧૩ વર્ષનો છે. બંનેને તેમની માતાએ એપ્રિલ મહિનામાં દહેરાદૂનની એક રહેણાંક શાળામાં દાખલ કરાવ્યા હતા. આ રહેણાંક શાળા દિવ્યાંગ બાળકો માટે છે.સુત્રોના જણાવ્યા અનુસાર, શાળાના એક કર્મચારીએ કથિત રીતે બાળકોને માર માર્યો હતો, તેમના શરીર પર ઘણી જગ્યાએ સિગારેટ નાખીને સળગાવી દીધી હતી અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે બાળકોની માતા તેમને મળવા આવી અને તેમને દહેરાદૂનમાં એક મિત્રની ઓફિસમાં લઈ ગઈ, ત્યારે બાળકો રડવા લાગ્યા અને તેમની સાથે થઈ રહેલી ક્રૂરતાની વાર્તા કહી. આ પછી, તેમની માતાએ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોતાની ફરિયાદમાં, તેણીએ કહ્યું કે આરોપી બાળકોને ડરાવવા માટે સિગારેટથી સળગાવતો હતો, જેથી તેઓ કોઈને કહેવાની હિંમત ન કરે. આરોપી, મોનુ પાલ, ૨૯ વર્ષનો છે અને ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો રહેવાસી છે.

દહેરાદુન શહેરના એસપી પ્રમોદ કુમારે રવિવારે જણાવ્યું હતું કે બીએનએસ કલમ ૬૪ (૨) (બળાત્કાર) અને ૧૧૫ (૨) (સ્વૈચ્છીક રીતે ઇજા પહોંચાડવી) તેમજ પોક્સો કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. “આરોપી બો‹ડગ સ્કૂલમાં રહેતો હતો. તેને શોધી કાઢવામાં આવ્યો છે અને ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે,” કુમારે જણાવ્યું હતું. એસપીએ જણાવ્યું હતું કે પોલીસે બાળ કલ્યાણ સમિતિ  અને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અનુવાદકની મદદથી બંને ભાઈઓ સાથે વાત કરી હતી. “અમે બો‹ડગ સ્કૂલની અંદર સ્થાપિત સીસીટીવી કેમેરાનો ડીવીઆર જપ્ત કર્યો છે. શાળા ત્રણ મહિના પહેલા ચાર રૂમવાળા રહેણાંક મકાનમાં ખોલવામાં આવી હતી. અમે બે પીડિતો સાથે રહેતા અન્ય બે બાળકોના માતાપિતાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,” તેમણે કહ્યું.

એસસીપીસીઆરના અધ્યક્ષ ગીતા ખન્નાએ જણાવ્યું હતું કે આરોપીના પલંગની નજીક એક જ રૂમમાં ઓટીઝમથી પીડિત ચાર બાળકો રહેતા હતા. આ શાળા એક મહિલા ચલાવી રહી હતી જેની પાસે પરવાનગી નહોતી. તે બો‹ડગ સ્કૂલથી થોડા કિલોમીટર દૂર ખાસ બાળકો માટે પ્રેપ સ્કૂલ ચલાવી રહી હતી. ત્યાં ૧૫ બાળકો અભ્યાસ કરતા હતા, જેમાંથી ચાર બાળકોએ છાત્રાલયમાં રહેવાનું પસંદ કર્યું. આ શાળા દિલ્હીમાં નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. તેઓએ સ્થાનિક વહીવટીતંત્રને શાળા કે છાત્રાલય વિશે જાણ કરી ન હતી. માલિકે જણાવ્યું હતું કે આરોપીને ૧૬ મેના રોજ નોકરી પર રાખવામાં આવ્યો હતો અને ત્યારથી તે સાત બાળકો પર અત્યાચાર કરી રહ્યો હતો.