ઉત્તરાખંડમાં આગામી વર્ષની શરૂઆતમાં ચુંટણી યોજાનાર છે.આ બાબતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેરાદુનમાં એક મોટી રેલીની સાથે ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.વડાપ્રધાન મોદી ચાર ડિસેમ્બરે ઉત્તરાખંડના પ્રવાસ પર છે.જે દરમિયાન દહેરાદુનના પેવેલિયન ગ્રાઉન્ડમાં કે એક મોટી રેલીને પણ સંબોધિત કરશે.આ ત્રણ મહીનામાં મોદીનો ઉત્તરાખંડનો ત્રીજા પ્રવાસ હશે.વર્તમાન માહિતી અનુસાર દહેરાદુનમાં ચાર ડિસેમ્બરે બપોરે એક વાગે આ રેલી આયોજીત કરવામાં આવશે જેમાં મોદી ત્રણ હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પોતાના આ પ્રવાસ પર મોદી ૨૬ હજાર કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ચાર હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્‌ધાટન કરશે.પ્રદેશ સરકાર અને સંગઠન આ રેલીને સફળ બનાવવામાં લાગી ગયું છે.રેલી માટે એક લાખ લોકોને એકત્રિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.આ રેલીના માધ્યમથી ભાજપ ઉત્તરાખંડમાં ચુંટણી પ્રચારની શરૂઆત કરશે.

આ પહેલા વડાપ્રધાન મોદી ૪ ઓકટોબરે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ઓકસીજન પ્લાંટનું ઉદ્‌ધાટન કરવા માટે ગયા હતાં ત્યારબાદ પાંચ નવેમ્બરે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવા કેદારનાથ ગયા હતાં.