મહેસાણાના કડીમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહેસાણા જિલ્લાના જસલપુર ગામમાં એક બાંધકામ સ્થળ પર માટીનું ભારે માળખું ધરાશાયી થતાં ૯ મજૂરોના કરુણ મોત થયા. આ અકસ્માત બપોરના સમયે થયો હતો જ્યારે કામદારો ફેક્ટરીની ભૂગર્ભ ટાંકી માટે ઊંડો ખાડો ખોદી રહ્યા હતા.
કડીના જાસલપુર ગામ નજીકની ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે માટેની ભેખડ ધસી પડી હતી. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આજે આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીની દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભેખડ પડી હતી. જેમાં પાંચ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. હજી પણ અન્ય મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતાં ડીડીઓ ડો. હસરત જાસ્મીન, એસપી ડા તરૂણ દુગ્ગલ, ડીવાય એસપી મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં ૯ મજૂરો દટાઈ ગયા હતા. જે મજૂરોને બહાર કાઢવાનું કામ જેસીબીની મદદથી કરવામાં આવ્યું હતું. ૩ મજૂરોને બચાવી લેવાયા છે.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. બાંધકામ સ્થળ પર જેસીબીની મદદથી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સલામતીના ધોરણોની અવગણના અને કાર્યસ્થળો પર કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.પોલીસ ઈન્સ્પેક્ટરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે કામ દરમિયાન અચાનક માટી ઘસી ગઈ, જેના કારણે મજૂરો તેની નીચે દટાઈ ગયા. “અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે, અને અમને ડર છે કે વધુ ત્રણથી ચાર મજૂરો હજુ ફસાયેલા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બચાવ કાર્ય અત્યંત પડકારજનક હતું કારણ કે માટી નીચે હજુ કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી.